Sunday, 4 August 2019

મિત્રતાનો સાચો અર્થ - રમીઝ છાલોટીયા ની કલમે

મિત્રતાનો સાચો અર્થ - રમીઝ છાલોટીયા ની કલમે

“ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ”

આજનો દિવસ ફ્રેન્ડશીપ ડે.!! દોસ્તી એક અનોખું બંધન… ને ખુશીનું ચોક્કસ સરનામું… “લાખોમાં એક છે દોસ્ત મારાં… દુર થયાં છે આજે મણકા થોડાં… પણ છીએ તો આખરે એક માળાના મણકા બધાં…”

“જીવન આપણું આપણાં માતાપિતાએ આપેલી અમૂલ્ય ભેટ છે… શિક્ષણ એ આપણાં ગુરૂજીની ભેટ છે… મારૂં સ્મિત એ દોસ્ત તારી ભેટ છે… દોસ્ત તું તો મને ખુદાએ અર્પેલી અમૂલ્ય ભેટ છે.!!”

જિંદગીનો એક અમુલ્ય અને અતુટ સંબંધ એટલે દોસ્તી. જો કોઈ સારી વ્યક્તિ દોસ્ત તરીકે તમારાં જીવનમાં આવી જાય તો તમારી જિંદગી બની જાય, એટલે સ્કુલથી લઈને કોલેજ ને હોસ્ટેલ સુધી તમારૂં ગ્રુપ કેવું બને છે એ બહું મહત્વનું છે… ત્યાંથી જ તમે કેવાં બનશો ને કેવું તમારૂ ભવિષ્ય હશે એ નક્કી થાય છે.

સાચા મિત્રો જ્વલ્લે જ મળતાં હોય છે… એક સાચો મિત્ર હંમેશા મુસીબતમાં પડખે રહે છે‌… પણ એની ઈચ્છા તો એવું જ હોય કે તેનાં એ લાખેણા દોસ્તને ક્યારેય કોઈ તફલીક ન પડે.

શું કામ આપણે એવું કહીએ કે પતિ-પત્ની એકબીજાનાં દોસ્ત પહેલાં બનવા જોઈએ… શું પતિ-પત્નીનો આટલો ગાઢ અને પવિત્ર સંબંધ હોવા છતાં દોસ્તીની શું જરૂર છે.? એ જ તો એક દોસ્તીની ચડિયાતી વાત છે… એક દંપતિ વચ્ચે પ્રેમની સાથે અહમ, ગુસ્સો પણ આવી જતો હોય છે… જ્યારે બે વચ્ચે જો દોસ્તી હોય તો એ આ બધાંને ઓગાળી દે છે.

દોસ્તને કહેવાનું મન થાય, “તું એવો સાથ આપજે કે તને છોડવાનું મન ન થાય, દોસ્તી એવી નીભાવજે કે સૌથી આગળ દોસ્તીનો સંબંધ ગણાય.”

જ્યારે પોતાનાં સુખી સંસારમાંથી પણ થોડો સમય કાઢીને કોઈને મળવાનું મન થાય તે છે દોસ્તો… એમની ગેરહાજરીમાં કંઈ ફીલ ન થાય… ને હાજરી એમની તો જાણે એક મહેફિલ બની જાય.!!

દોસ્તીનો સંબંધ લોહીનો નથી.. પણ દિલનો સંબંધ છે. જેની સાથે વાત કરતાં ક્યારેય અચકાટ ન થાય એ છે સાચો મૈત્રીનો સંબંધ.. સાચો મિત્ર આપણને પજવી પણ જાણે અને સંકટ સમયે સાથ નીભાવી પણ જાણે…

આ જગતમાં એવાં પણ મિત્રો હોય છે જે કહી બતાવતાં નથી પણ સમય આવ્યે સાથ નીભાવી જાય છે… જીવનમાં એક એવો પણ સારથિ મિત્ર હોવો જોઈએ જે ભલે આપણાં માટે લડી ન જાણે… સંકટ સમયે સાથે પણ ન હોય કદાચ… પણ એ માર્ગદર્શક બનીને સંકટમાંથી બહાર આવવાની પ્રેરણા અને સાંત્વના તો જરૂર આપે…!!

મિત્રો વિનાનું જીવન નકામું હોય છે. જો દોસ્તોની ટોળકીમાં એક દોસ્ત ઉદાસ હોય તો બાકીનાં દોસ્તો કોઈ પણ ભોગે એનું કારણ જાણીને રહે છે… એ રીત ગમે તે હોય… પ્રેમથી, ઈમોશનલ બ્લેકમેઇલથી કે પછી સતાવીને….

ખરો મિત્ર તો કોઈ વસ્તુની ભણક લાગતાં એ એક અલાર્મની જેમ ચેતવીને આપણને મુશ્કેલીઓને આવતાં જ રોકી લે છે. જ્યારે ખાસ લોકો જોઈને દોસ્તી કરવામાં આવે, કોઈ મેળવવાની ભાવનાથી થાય એ ખરી દોસ્તી નથી હોતી માત્ર મતલબની હોય છે… ખરી દોસ્તી એ સામાન્ય માણસ જોડે થાય છે પણ થયાં બાદ એ ખાસ બની જાય છે.

વર્ષો બાદ મળેલો દોસ્ત જ્યારે એકદમ ભાવુક થઈને આપણને ભેટી જાય અને કહે, “દોસ્ત આજે દોલત, શોહરત, ગાડી બંગલા બધું જ છે પણ એક ક્ષણ વિચાર્યા વિના પણ જેને કંઈ પણ કહી શકાય એવાં દોસ્તની કમી છે… એટલે જ યાર આજે બધું જ પણ જાણે મજા નથી આવતી…”
“જીવન છે નિરાળું… ને વાત છે નિરાળી, પણ મારા દોસ્તોની તો વાત જ અનોખી…
થાય ઝઘડો તો બાખડી પણ પડે ને, થાય પાછાં ભેગાં તો ઘર ગજાવી મુકે”

આજે વર્ષો બાદ પણ જ્યારે મારાં દોસ્તો યાદ આવે ત્યારે એક ખુણો તો ભીંજાયા વિના ન રહે…. મને મારા વ્હાલા દોસ્તો માટે આજે કંઈ ફ્રેન્ડશીપ ડે પર કંઈ કંડારવાનું મન થાય છે….

“આજે પણ એ દિવસ યાદ આવી જાય છે…
વણ બોલાવ્યા આવતાં મારા સાથી,
કરતાં અડધી રાતે પણ ભેળની પાર્ટી.
રાત્રે થતી એ ભુતની વાતો,
ને પછી તો બીકની ના પુછો વાતો.
એકબીજાની વસ્તુ માટે ના પુછવું કદી,
કહી દેતાં તને ગમે તો તું લે દોસ્ત પ્રેમથી.
તારી ભાભીને મારી ભાભીથી જ,
શરૂં થતી એ મસ્તીની વાતો…
એ મસ્તીને મજાકનો દોર અનેરો,
અડધી રાતેય ના પતતો હસવાનો ડાયરો.
મુશ્કેલીમાં તો મળતો એ,
સાચાં દોસ્તોનો સથવારો..
એ સમયનાં પૈસાનો હિસાબ,
નથી થયો હજું કદી ન્યારો.
ફ્રેન્ડશીપ ડે ની આજ તો,
છે દોસ્તોની ગજબ કહાણી…
ભલે કોને કરી શરૂઆત એ ન જાણી,
દોસ્તોની એ યાદથી…આંખો
મારી આજે જરૂર ભીંજાણી.!!

રમીઝ છાલોટીયા “અશરફી”
પ્રાંતિજ, જી.સાબરકાંઠા,
ગુજરાત

Saiyeda Fatima Zahra رَضِیَ اللّٰهُ تَعَالٰی عَنها Ki Wiladat Ke Talluq Se Haqeeqat

Aaj 20 Jamdiul Aakhir Ko Kai Logo Ne Status Rakhe Hain.. Saiyeda Fatima Zahra رَضِیَ اللّٰهُ تَعَالٰی عَنها Ke Talluq Se Ki Aaj Unki Wiladat...